જેવો ગણો તેવો તમારો પુત્ર જાણી પાળજો,
મને પાપ ના પંથે જતા અધવચ્ચે થી પાછો વાળજો.
તારા વિના આ જગત મા મારું નથી કોઈ માવડી,
ડૂબતો બચાવવા બાળ ને સિંહે ચઢી ને આવજો…
અજ્ઞાન ની ઓથે રહી ને દુષ્કૃત્યો મેં કર્યા,
બગડ્યો જનમ મારો સુધારી સદબુદ્ધિ માં આપજો.
પુત્ર-કુપુત્ર થાય જો માતા કુમાતા થાય ના,
ડૂબતો બચાવવા બાળ ને સિંહે ચઢી ને આવજો…
ઓ માં…
ભક્તિ મા તારી ભાવથી જન્મો જનમ થી હું કરું,
કરુણા કરી ઓ માવડી દિલ માં દયા કાઈ લાવજો
તારા ભરોસે નાવ મેં, સૂનું મૂક્યું સંસાર માં,
ડૂબતો બચાવવા બાળ ને સિંહે ચડી ને આવજો…
ઓ માં…
જાણી લીધું માં તુજ પ્રતાપે સત્ય માં તું એક છે,
તેથી જ કહું છું કરગરી માં અમર પદવી આપજો
સંસાર માં સઘળે ફર્યો પણ કોઈ બેલી ના થયું,
ડૂબતો બચાવવા બાળ ને સિંહે ચડી ને આવજો…
ઓ માં…
ન-આશ મુજને કોઈની તારા વિના ઓ માવડી,
જગ ની જનેતા જગતજનની અંત વેળા આવજો
ભક્તો રહ્યા તારા ભરોસે એક તારો આસરો,
ડૂબતો બચાવવા બાળ ને સિંહે ચઢી ને આવજો…
ઓ માં…
જેવો ગણો તેવો તમારો પુત્ર જાણી પાળજો,
મને પાપ ના પંથે જતા અધવચ્ચે થી પાછો વાળજો,
મને પાપ ના પંથે જતા અધવચ્ચે થી પાછો વાળજો,
મને પાપ ના પંથે જતા અધવચ્ચે થી પાછો વાળજો…
