દીકરી તો પારકી થાપણ | Dikri To Parki Thapan

દીકરી તો પારકી થાપણ કહેવાય
બેના રે… ઓ બેના…
સાસરીયે જાતાં જોજે પાંપણના ભીંજાય
દીકરીતો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરી તો…

બેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશે
રમતી તું જે ઘરમાં એની ભીંતે-ભીંતો રડશે
વિદાયની આ વસમી વેળા રોકે ના રોકાય
દીકરી તો…

તારા પતિનો પડછાયો થઈ, રહેજે સદાયે સાથે
સોહાગી કંકુ સેંથામાં, કંકણ શોભે હાથે
તારી આ વેણીનાં ફૂલો કોઈદી ના કરમાય
દીકરી તો…

આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી
સુખનું છે કે દુ:ખનું એતો કોઈ શક્યું ના જાણી
રામ કરે સુખ તારું કોઈદી નજર્યું ના નજરાય
દીકરી તો…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો

Please click below website link to see collection of Hindi, Urdu, Gujarati Ghazal Lyrics
https://ghazallyrics.com/
નવા ભજન ના લેખિત સંગ્રહ જોવા આજે જ જોડાવો અમારી ચેનલ માં