નાગર નંદજીના લાલ | Nagar Nandji Na Lal

નાગર નંદજીના લાલ,
નાગર નંદજીના લાલ
રાસ રમતાં મારી નથડી ખોવાણી,
કાના જડી હોય તો આલ…
રાસ…

નાની નાની નથડી ને માંહી જડેલા હીરા,
નથડી આપોને તમે સુભદ્રાના વીરા…
નાગર…

નાનેરી પહેરું તો મારે નાકે ન સોહાય,
મોટેરી પહેરું તો મારા મુખ પર ઝોલા ખાય…
નાગર…

વૃંદાવનની કુંજ ગલીમાં બોલે ઝીણા મોર,
રાધાજીની નથડી નો શામળીયો છે ચોર…
નાગર…

નથડી આપો ને પ્રભુ નંદના કુમાર,
નરસૈંયાના સ્વામી ઉપર જાઉં બલિહાર…
નાગર…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો

Please click below website link to see collection of Hindi, Urdu, Gujarati Ghazal Lyrics
https://ghazallyrics.com/