યમુના જળમાં કેસર ઘોળી | Yamuna Jal Ma kesar Gholi

યમુના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું શામળા,
હલકે હાથે અંગો ચોળી, લાડ લડાવું શામળા
યમુના જળમાં…

અંગો લૂછી આપું વસ્ત્રો, પીળું પીતાંબર પ્યારમાં,
તેલ સુગંધી નાખી આપું, વાંકડિયા તુજ વાળમાં
યમુના જળમાં…

કુમકુમ કેસર તિલક લગાવું, ત્રિકમ તારા ભાલમાં,
અલબેલી આંખોમાં આંજુ, અંજન મારા વા’લમા
યમુના જળમાં…

હસતી જાઉં વાતે વાતે, નાચી ઊઠું તાલમાં,
નજર ન લાગે શ્યામસુંદરને, ટપકાં કરી દઉં ગાલમાં
યમુના જળમાં…

પગમાં ઝાંઝર છુમ છુમ વાગે, કરમાં કંકણ વા’લમા,
કાનોમાં કુંડળ કંઠે માળા, ચોરે ચીતડું ધ્યાનમાં
યમુના જળમાં…

મોર મુગટ માથે પહેરાવું, મોરલી આપું હાથમાં,
કૃષ્ણ કૃપાળુ નીરખી શોભા, વારી જાઉં તારા વ્હાલમાં.
યમુના જળમાં…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો

Please click below website link to see collection of Hindi, Urdu, Gujarati Ghazal Lyrics
https://ghazallyrics.com/
નવા ભજન ના લેખિત સંગ્રહ જોવા આજે જ જોડાવો અમારી ચેનલ માં