સમજણ જીવનમાંથી જાય | Samajan Jivan Mathi Jay

(રચના : પરંપરાગત/લોકગીત)
(ગાયક/સ્વર: પૂ. નારાયણ સ્વામી)

સમજણ જીવનમાંથી જાય,
જીવનમાંથી જાય,
તો તો જોયા જેવી થાય
સમજણ જીવનમાંથી જાય જી…
જીવનમાંથી જાય,
તો તો જોયા જેવી થાય
સમજણ જીવનમાં થી જાય જી…

પિતાજીના વચન ખાતર,
રામજી વનમાં જાય જી… (૨)
આજનો રામલો વૃધ્ધાશ્રમમાં… (૨)
એના બાપને મેલવા જાય…
સમજણ જીવનમાંથી જાય જી…
જીવનમાંથી જાય,
તો તો જોયા જેવી થાય
સમજણ જીવનમાંથી જાય જી…

ચેલો હતો ઓલો આરુણી,
એની યાદે ઉર ઉભરાય જી… (૨)
આજનો ચેલ્કો, માસ્તર સાહેબને,
શિવાજી બીડીયું પાય
સમજણ જીવનમાંથી જાય જી
જીવનમાં થી જાય,
તો તો જોયા જેવી થાય
સમજણ જીવનમાંથી જાયજી…

ચૌદ વરસનું એને રાજ મળ્યું,
ભરત ના એ ભૂલાય જી…
પાંચ વરસનો પ્રધાન આજે
કોઈ થી જાલ્યો એ ના જીલાય..
એ સમજણ જીવનમાંથી જાયજી …
જીવનમાં થી જાય,
તો તો જોયા જેવી થાય
સમજણ જીવનમાંથી જાય જી …

મંદિરીયામાં બેઠા બેઠા,
પ્રભુજી એ મુંજાય જી…
ભાવ વિના ના ભક્તો આવે ભાઈ,
દશીયું ફેંકતા જાય ..
સમજણ જીવનમાંથી જાયજી …
જીવનમાંથી જાય,
તો તો જોયા જેવી થાય
સમજણ જીવનમાંથી જાયજી …

ધર્મની જુઓ કિંમત કેવળ,
નાણા થી અંકાય જી…
મોટી મોટી, ખા એક ખાયું .. (૨)
એમાં ફાળો ભરતો જાય ..
સમજણ જીવનમાંથી જાયજી …
જીવનમાંથી જાય,
તો તો જોયા જેવી થાય
સમજણ જીવનમાંથી જાયજી …(૨)
જીવનમાંથી જાય,
તો તો જોયા જેવી થાય
સમજણ જીવનમાંથી જો જાયજી …(૨)

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો

Please click below website link to see collection of Hindi, Urdu, Gujarati Ghazal Lyrics
https://ghazallyrics.com/
નવા ભજન ના લેખિત સંગ્રહ જોવા આજે જ જોડાવો અમારી ચેનલ માં