પહેલું પહેલું મંગળિયું વરતાય રે,
પહેલે મંગળ, ગાયોનાં દાન દેવાય રે,
માંડવડામાં મંગળ ગીતો ગવાય રે,
સૌને હૈયે અતિ હરખ ન માય રે…
બીજું બીજું મંગળિયું વરતાય રે,
બીજે મંગળ રૂપાનાં દાન દેવાય રે,
અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે,
બન્ને પક્ષે આનંદ અતિ ઊભરાય રે…
ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે,
ત્રીજે મંગળ સોનાનાં દાન દેવાય રે,
ફૂલડાં કેરી ફોરમ બધે પ્રસારાય રે,
બન્ને પક્ષે આનંદ અતિ ઊભરાય રે…
ચોથું ચોથું મંગળિયું વરતાય રે,
ચોથે મંગળ કન્યાનાં દાન દેવાય રે,
અગ્નિદેવની, સાક્ષીએ ફેરા ફરાય રે,
શુભ દિન, આજે શુકનનો કહેવાય રે…
“અગ્નિદેવની, સાક્ષીએ ફેરા ફરાય રે“
“સૌને હૈયે અતિ હરખ ન માય રે”
“બન્ને પક્ષે આનંદ અતિ ઊભરાય રે”
“શુભ દિન, આજે શુકનનો કહેવાય રે”