સોના ઈંઢોણી રૂપા બેડલું રે,
નાગર ઉભા રહો રંગ રસીયા…
પાણીડા ગઈતી તળાવ રે,
નાગર ઉભા રહો રંગ રસીયા…
કાંઠે તે કાન ઘોડો ખેલવે રે,
નાગર ઉભા રહો રંગ રસીયા…
કાન મુને ઘડુલો ચઢાવ રે,
નાગર ઉભા રહો રંગ રસીયા…
તારો ઘડો તો ગોરી તોછડો રે,
નાગર ઉભા રહો રંગ રસીયા…
તું છે મારા ઘર કેરી નાર રે,
નાગર ઉભા રહો રંગ રસીયા…
કેડ મરડીને ઘડો મેં લીધો રે,
નાગર ઉભા રહો રંગ રસીયા
તુટી મારી કમખાની કસ રે,
નાગર ઉભા રહો રંગ રસીયા…
ભાઈરે દરજીડા વીરા વીનવું રે,
નાગર ઉભા રહો રંગ રસીયા
સાંધો મારા કમખાની કસ રે,
નાગર ઉભા રહો રંગ રસીયા…
ટાંકે ટાંકે તે ટાંકે ઘુઘરી રે,
નાગર ઉભા રહો રંગ રસીયા
ટાંકે તે ટાંકો ઝીણો મોર રે,
નાગર ઉભા રહો રંગ રસીયા…
હાલુ ચાલુ ને વાગે ઘુઘરી રે,
નાગર ઉભા રહો રંગ રસીયા
ઉભી રહું તો ટહુકે ઝીણા મોર રે,
નાગર ઉભા રહો રંગ રસીયા…