કોઈ મારા માવડીને સંદેશો કહેજો
એકવાર આવી મને દર્શન દેજો,
એવો મારા માવડીને સંદેશો કહેજો…
ધડીએ ધડીએ તારા ભણકારા વાગે
વિરહે માવલડી મારૂ મનડુ રે દાઝે… આવો
રડી રડી આંખડીના આંસુડા ખૂટે
જો જે મારી આશાનો તાર ન તૂટે… આવો
સુનું રે જીવન મારૂં વિતાવું શી રીતે
જીવડો બંધાયો માડી તારી રે પ્રીતે… આવો
દિલના દાઝેલા ને વધુનાં દઝાડો
વિનંતી સુણીને માડી વ્હેલેરા આવો… આવો
દુનિયા કહે છે તું તો દયાનો છે સિંધુ
યાચક થઈને માંગુ એક જ બિંદુ… આવો