કૈલાશ થી ગાડી આવી રે
ગણપતિ બાપા…
કોને કોને સાથે લાવી રે
ગણપતિ બાપા…
બાપાને સાથે લાવી રે
ગણપતિ બાપા…
એ ગાડીમાં કોણ કોણ બેઠું રે
ગણપતિ બાપા…
શંકરજી ના પુત્ર બેઠા રે
ગણપતિ બાપા…
એ ગાડીમાં કોણ કોણ બેઠું રે
ગણપતિ બાપા
પાર્વતી ના પ્યારા બેઠા રે
ગણપતિ બાપાં
એ ગાડીમાં કોણ કોણ બેઠું રે
ગણપતિ બાપા…
કાર્તિકેય ના વીરા બેઠા રે
ગણપતિ બાપા…
એ ગાડીમાં કોણ કોણ બેઠું રે
ગણપતિ બાપા…
ઓખાબાઈ ના વીરા બેઠા રે
ગણપતિ બાપા…
એ ગાડીમાં કોણ કોણ બેઠું રે
ગણપતિ બાપા…
રિદ્ધિ સિદ્ધિ ના સ્વામી બેઠા રે
ગણપતિ બાપા…
એ ગાડીમાં કોણ કોણ બેઠું રે
ગણપતિ બાપા…
લાભ શુભ ના પિતા બેઠા રે
ગણપતિ બાપા…
એ બાપા શું શું જમશે રે
ગણપતિ બાપા…
લાડુ ને મોદક જમે રે
ગણપતિ બાપા…
ભક્તોને આશિષ આપે રે
ગણપતિ બાપા…
બાળકોને આનંદ આવે રે
ગણપતિ બાપા…
કૈલાશ થી ગાડી આવી રે
ગણપતિ બાપા…