હો રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો?
આંખલડી રાતી ને ઉજાગરો શાને કીધો…
આજ અમે ગ્યાતા સોનીડાને હાટ જો,
આ ઝાલ ઝૂમણા વહોરતાં ને વહાણલાં વાહી ગયાં…
રંગ…
આજ અમે ગ્યાતા મણિયારા ને હાટ જો,
આ ચૂડલડો ઉતરાવતાં વહાણલાં વાહી ગયાં…
રંગ…
આજ અમે ગ્યાતા કસુંબીને હાટ જો,
આ ચુંદલડી વહોરતાં વહાણલાં વાહી ગયાં…
રંગ…
આજ અમે ગ્યાતા મોચિડાને હાટ જો,
આ મોજડિયું મૂલવતાં ને વહાણલાં વાહી ગયાં…
રંગ…