હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી,
તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી,
હર હર શંભુ ભોળા…
પાર્વતી નાં પ્યારાં તમારી ધૂન લાગી,
ગણેશજી નાં પિતાં તમારી ધુન લાગી,
હર હર શંભુ ભોળા…
લાંબી જટાવાળા તમારી ધૂન લાગી,
ગળે સર્પ કાળા. તમારી ધૂન લાગી,
હર હર શંભુ ભોળા…
કૈલાસે વસનારા, તમારી ધૂન લાગી,
ડાક ડમરુવાળાં, તમારી ધૂન લાગી,
હર હર શંભુ ભોળા…
અંગે ભસ્મવાળા તમારી ધૂન લાગી,
જટા ઉપર ગંગા તમારી ધૂન લાગી
હર હર શંભુ ભોળા…