(રચના: નિરેન ભટ્ટ)
હે… હો…
થનગનતો આ મોરલો,
એની પરદેશી છે ઢેલ,
ખમ્મા રે વાલમજી મારા,
ખરો કરાવ્યો મેળ રે…
ખરો કરાવ્યો મેળ…
ગોરી રાધા ને કાળો કાન,
ગરબે ઘૂમે ભૂલી ભાન…
ગોરી રાધા ને કાળો કાન,
ગરબે ઘૂમે ભૂલી ભાન…
રાધા નું રૂપ છે, કાનુડાની પ્રીત છે,
જગની રીત નું શું કામ…
રાધા નું રૂપ છે, કાનુડાની પ્રીત છે,
આખો માંડી ને જુએ ગામ…
હે… ગોરી રાધા ને કાળો કાન,
ગરબે ઘૂમે ભૂલી ભાન…
ગોરી રાધા ને કાળો કાન,
ગરબે ઘૂમે ભૂલી ભાન…
પશ્ચમ ના રાધારાણી,
પૂરવ નો કાનુડો,
કેવી આ હંસલા ની જોડ રે…
નવરંગી રાતું માં રુમેઝુમે બેલડી ને,
ખાતા મીઠા એના બોર રે…
પશ્ચમ ના રાધારાણી,
પૂરવ નો કાનુડો,
કેવી આ હંસલા ની જોડ રે…
નવરંગી રાતું માં રુમેઝુમે બેલડી ને,
ખાતા મીઠા એના બોર રે…
રાધાનું તનડું નાચે મનડું નાચે,
કાન્હા ની મોરલી,
ભુલાવે જોને સહુના ભાન…
ગોરી રાધા…
હે કાન્હા… ઓ કાન્હા…
રંગે ચંગે જુવાન હૈયા,
રંગ જમાવે મનગમતા
અરે ફેર ફરન્તા ઘેર ઘુમન્તા,
જોબનવંતા થનગનતાં…
ચમ ચમ કરતા તારલિયારી
નવલી રાતે ચમકંતા
અરે ખેલ કરંતા સહેલ કરંતા
રાસ રમંતાં ખેલંદા.. જીરે
રાસ રમંતાં ખેલંદા.. જીરે
રાસ રમંતાં ખેલંદા…