એક વાર બોલું કે | Ek Var Bolu Ke

એક વાર બોલું, કે બે વાર બોલું,
કે ત્રણ વાર બોલું ઓ માં,
માં તમે ગરબે રમવા આવજો…

ગરબે રમવા આવજો માડી,
દર્શન દેવા આવજો…

ઉતારા દેશું રે માં તને મેડી ના મોલના,
એકવાર આવીને
મારે મંદિરીયે ઉતારા કરતા જાવ,
માં તમે ગરબે રમવા આવજો…

ભોજન દેશું રે માં તને મોંઘા ને ભાવતા,
એકવાર આવીને
મારે મંદિરીયે ભોજન કરતા જાવ,
માં તમે ગરબે રમવા આવજો…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો

Please click below website link to see collection of Hindi, Urdu, Gujarati Ghazal Lyrics
https://ghazallyrics.com/