હે મારા દ્વારિકાના નાથ તને
ખમ્મા રે ખમ્મા…
મારા રાજાધીરાજ તને
ખમ્મા રે ખમ્મા…
હે ઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા
હે ઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા
હે મારા ડાકોરના ઠાકર તને
ખમ્મા રે ખમ્મા…
હે મારા રંગીલા રણછોડ તને
ખમ્મા રે ખમ્મા…
મારા વૈજન્તીને ખમ્મા,
મુગટ મોરપીછને ખમ્મા
રાજ રૂપાળા શૃંગાર તારા
ખમ્મા રે ખમ્મા…
બેટ દ્વારિકાને ખમ્મા,
નીર ગોમતીજીને ખમ્મા
આવે ભક્તો રે ભરપૂર કરે
ખમ્મા રે ખમ્મા…
હે ઘણી રે ખમ્મા તને
જાજી રે ખમ્મા…
હે ઘણી રે ખમ્મા તને
જાજી રે ખમ્મા…
હે મારા દ્વારિકાના નાથ તને
ખમ્મા રે ખમ્મા…
મારા ઠાકરધણીને
ખમ્મા રે ખમ્મા…
ધોળી ધજાયોને ખમ્મા,
છપ્પન સીડીઓને ખમ્મા
દરિયાકાંઠે દેવળ શોભે તારો
ખમ્મા રે ખમ્મા…
મીઠી મોરલીઓને ખમ્મા,
ઝીણી ઝાલરીઓને ખમ્મા,
તારા વાગે નોબત વાજા તને
ખમ્મા રે ખમ્મા…
હે ઘણી રે ખમ્મા તને
જાજી રે ખમ્મા…
હે ઘણી રે ખમ્મા તને
જાજી રે ખમ્મા…
મારા શામળિયાશેઠ તને
ખમ્મા રે ખમ્મા…
હે આવ્યો જગપતી જગદીશ તને
ખમ્મા રે ખમ્મા…
તારી ગોવર્ધનુંને ખમ્મા,
તારી વ્રજ વેણુની ખમ્મા,
ગાયો ગોકુળમાં ચરાવી ગોવિંદ
ખમ્મા રે ખમ્મા…
તારી રાસલીલાને ખમ્મા,
તારી બાળલીલાને ખમ્મા
રાધા સંગે રમે રાસ રસીયો
ખમ્મા રે ખમ્મા…
હે ઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા
હે ઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા
હે મારા ડાકોરના ઠાકર તને
ખમ્મા રે ખમ્મા…
હે મારા રંગીલા રણછોડ તને
ખમ્મા રે ખમ્મા…
તારા રાસમંડળને ખમ્મા,
તારા વ્રજમંડળને ખમ્મા,
નિત્ય નૌતમ લીલા તારી ઠાકર
ખમ્મા રે ખમ્મા…
તારા ગોકુળીયાને ખમ્મા
તારા ગોવાળિયાને ખમ્મા
ગોવિંદ-ગીરધારી ગોપાલ તને
ખમ્મા રે ખમ્મા…
હે ઘણી રે ખમ્મા તને
જાજી રે ખમ્મા…
હે ઘણી રે ખમ્મા તને
જાજી રે ખમ્મા…
હે મારા દ્વારિકાના નાથ તને
ખમ્મા રે ખમ્મા…
મારા ઠાકરધણીને
ખમ્મા રે ખમ્મા…
તારી જુલડીને ખમ્મા,
તારી પાઘડીને ખમ્મા,
વાલો વૃંદાવન બિહારી રે
ખમ્મા રે ખમ્મા…
ખાટું શ્યામજીને ખમ્મા,
શ્યામ-શ્રીનાથજીને ખમ્મા,
મારા વૈષણવોના વાલા તમને
ખમ્મા રે ખમ્મા…
હે ઘણી રે ખમ્મા તને
જાજી રે ખમ્મા…
હે ઘણી રે ખમ્મા તને જાજી રે ખમ્મા
મારા શામળિયાશેઠ તને
ખમ્મા રે ખમ્મા…
હે આવ્યો જગપતી જગદીશ તને
ખમ્મા રે ખમ્મા…
બાંકેબિહારીને ખમ્મા,
શેઠ સાંવરિયાયને ખમ્મા,
રાજા રંગીલા રણછોડ તમને
ખમ્મા રે ખમ્મા…
ઠાકર કાળીયાને ખમ્મા,
શેઠ શામળીયાને ખમ્મા
શીશ નમાવે ચરણે ગવાલ કહેતા
ખમ્મા રે ખમ્મા…
હે ઘણી રે ખમ્મા તને
જાજી રે ખમ્મા…
હે ઘણી રે ખમ્મા તને
જાજી રે ખમ્મા…
હે મારા દ્વારિકાના નાથ તને
ખમ્મા રે ખમ્મા …
મારા રાજાધીરાજ તને
ખમ્મા રે ખમ્મા…

