ઢોલ ઢમક્યા ને વર વહુ ના | Dhol Dhamkya Ne Var Vahu Na

ઢોલ ઢબકયાને વરવહુના હાથ મળ્યા,
શરણાઈ વાગીને વરવહુના હાથ મળ્યા…

જેમ ઈશ્વર પારવતીનાં હાથ મળ્યા,
તેમ વરને કન્યાના હાથ મળ્યા,
ઢોલ ઢબકયાને…

જેમ રામ સીતાના હાથ મળ્યા,
તેમ વરને કન્યાના હાથ મળ્યા,
ઢોલ ઢબકયાને…

જેમ કૃષ્ણ રાધાના હાથ મળ્યા,
તેમ વરને કન્યાના સાથ મળ્યા,
ઢોલ ઢબકયાને…

જેમ ઈન્દ્ર ઈન્દ્રાણીના હાથ મળ્યા,
તેમ વરને કન્યાના હાથ મળ્યા,
ઢોલ ઢબકયાને…

હૈયા હરખાંને વર વહુના હાથ મળ્યા,
વાજાં વાગ્યાંને વર વહુના હાથ મળ્યા,
ઢોલ ઢબકયાને…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો

Please click below website link to see collection of Hindi, Urdu, Gujarati Ghazal Lyrics
https://ghazallyrics.com/
નવા ભજન ના લેખિત સંગ્રહ જોવા આજે જ જોડાવો અમારી ચેનલ માં