બોલ્યું ચાલ્યું કરજો માફ,
દાદા તારી વસમી વિદાય છે (૨)
થાય છે મનમાં દુ:ખ
દાદા તારી વસમી વિદાય છે…
દસ દસ દહાડા મેં સાચવીને રાખીયા, (૨)
થાવાના દીધો વાંકો વાળ…
દાદા તારી…
આવ્યા ત્યારે અતિ આનંદ થાય, (૨)
વળાવતા દુઃખ ઘણું થાય…
દાદા તારી…
એવી અમારી દાદા ભૂલ શું થાય છે, (૨)
અમને છોડી કેમ જાય…
દાદા તારી…
વારેવારે દાદા તારા સંભારણા આવતા, (૨)
વહાલા મારા કેમ વિસરાય..
દાદા તારી…
તારો વિયોગ દાદા મુજથી સહેવાય ના, (૨)
દુ:ખોમાં દીન મારા જાય
દાદા તારી…
દયા કરીને દાદા દર્શન દેજો, (૨)
આંખલડી ઝૂરે દીનરાત
દાદા તારી…
દીલડાની વાત મારે કોને જઈ કહેવી (૨),
તારા વિના કોણ લે સંભાળ…
દાદા તારી…