અમે મહિયારા રે ગોકુળ ગામના
મારે મહિ વેચવાને જાવાં ॥ મહિયારા રે
મથુરાને વાટે મહિ વેચવાને નીસરી
નટખટ એ નંદકિશોર માગે છે દાણજી
ઓ મારે દાણ લેવાને દેવાં ॥ મહિયારા રે
માવડી જશોદાજી કાનજીને વારો
દુખડાં દીએ હજાર નંદજીનો લાલો
હે મારે દુખ સેહવાને કેવાં ॥ મહિયારા રે
નરસૈયાંનો નંદકિશોર લાડકયો કાનજી
ભૂલાવે ભાન સાન ઉંઘેથી જગાડતો
હે નિર્મળ હૈયાંની વાત કહેવાં ॥ મહિયારા રે