ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર | Utaro Aarti Shree Krishna Ghare

શ્રી કૃષ્ણ જન્મની આરતી

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા,
માતા જશોદા કુવર કાન ઘેર આવ્યા,
હરખને હુલામણે શામળીયો ઘેર આવ્યા,
જીણે જીણે ચોખલિયે ને મોતીડે વધાવ્યા રે,
ઉતારો આરતી…

ભાઇને ધનવંતો કીધો, વેત ધરિને શરણે લીધો,
જલમા નારી તોરંગ પરણ્યા જય જય કાર બોલાવ્યો રે,
ઉતારો આરતી…

કાળાને કાબરિયા કીધા વેરીના મન વરતી લિધા,
વામનજીનુ રુપ ધરિને બલીરાજા બોલાવ્યા રે,
ઉતારો આરતી…

નરસિંહ રુપે નોર વધાર્યા આપે તે હર્ણાકશ માર્યો,
પ્રહલાદને પોતાનો જાણી અગ્નિથી ઉગાર્યો રે,
ઉતારો આરતી…

દાદુર રુપે દૈત્યો સંહાર્યો ભક્ત જનોના ફેરો ટાળ્યો,
કુબજા દાસિ ચરણે રાખી નામે વૈકુઠ પામયા રે,
ઉતારો આરતી…

પરશુરામે ફરશી લિધી, સહસ્ત્રાજુનને હાથે માર્યો,
કામ ધેનુની વારુ કિધી જયદેવ ને ઉગાર્યો રે,
ઉતારો આરતી…

કશ્યપ રુપે કર્ણી કીધી સઘળી પૃથ્વી જીતી લિધી,
નાગને તો દમન કરિને ચૌદે રતનો લાવયારે,
ઉતારો આરતી…

સાતને તો સાન કિધી સમુદ્ર ઉપર પાળ બાંધી,
ગઢલંકાનો કોથો તોડયો મહાદેવ હરદેવ વારયા રે,
ઉતારો આરતી…

સાવસોનાની લંકા બાળી દશ્માથા નો રાવણ માર્યો,
વિભીશણ ને રાજ સોપુ સીતા વાડી લાવ્યારે,
ઉતારો આરતી…

નવમે બુધ નુ ધ્યાન ધરી ને અજમપા ના જાપ જપિ ને,
રનુકારમા રસિયા થઈ ને સોયે ભગત ને તાર્યા રે,
ઉતારો આરતી…

દસને તો દયા બહુ કિધી નકલંકિ નુ રુપ ધરિ ને,
જગત જીતી આવ્યા રે એમ નરસિંહ મેહતે ગાયા રે,
ઉતારો આરતી…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો

Please click below website link to see collection of Hindi, Urdu, Gujarati Ghazal Lyrics
https://ghazallyrics.com/
નવા ભજન ના લેખિત સંગ્રહ જોવા આજે જ જોડાવો અમારી ચેનલ માં