દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે,
એણે મને માયા લગાડી રે…
તમે મને માયા લગાડી મારા વાલા,
એણે મને માયા લગાડી રે…
દ્વારીકા નો નાથ…
મીરા નો માધવ ગીરીધર ગોપાલ છે,
એણે મને માયા લગાડી રે…
ઝેરના અમૃત કીધા મારા વહાલા,
રાણાને માર આપ્યો રે વાહલા…
દ્વારીકા નો નાથ…
સુદામા નો મિત્ર મારો દ્વારીકા નો નાથ છે,
એણે મને માયા લગાડી રે…
સુદામાના તાંદુલ ખાધા મારા વહાલા,
મિત્રોના દુઃખો કાપ્યા રે વહાલા…
દ્વારીકા નો નાથ…
ગાયો નો ગોવાળ મારો રાજા રણછોડ છે,
એણે મને માયા લગાડી રે…
માખણ નો ચોર મારો રાજા રણછોડ છે,
એણે મને માયા લગાડી રે…
દ્વારીકા નો નાથ…
રાધા નો શ્યામ મારો રાજા રણછોડ છે,
એણે મને માયા લગાડી રે…
શબરી નો રામ મારો રાજા રણછોડ છે,
એણે મને માયા લગાડી રે…
માખણ નો ચોર મારો રાજા રણછોડ છે,
એણે મને માયા લગાડી રે…
દ્વારીકા નો નાથ…