હાલો ને કીડીબાઇની જાનમાં | Halo Ne Kidibai Ni Jaan Ma

(રચના : ભોજા ભગત)

કીડી બિચારી કીડલી ને કીડીના લગનીયા લેવાય
પંખી પારેવડા ને નોતર્યા.. હે કીડી ને આપ્યા સન્માન
હાલો ને કીડીબાઇની જાનમાં…

મોરલે બાંધ્યો રૂડો માંડવો રે, ખજુરો પિરસે ખારેક
ભુંડે રે ગાયાં રૂડાં ગીતડાં.. હે પોપટ પિરસે પકવાન,
હાલો ને…

મંકોડાને મોકલ્યો માળવે રે લેવા માંડવીયો ગોળ
મંકોડો કેડે થી પાતળો.. હે ગોળ ઉપડ્યો ન જાય
હાલો ને…

મીનીબાઇને મોકલ્યાં ગામમાં રે એવા નોતરવાં ગામ
હામા મળ્યા બે કૂતરા.. હે બિલાડીના કરડ્યા બે કાન
હાલો ને…

ઘોડે રે બાંધ્યા પગે ઘુઘરા રે, કાકીંડે બાંધી છે કટાર
ઉંટે રે બાંધ્યા ગળે ઢોલકા.. હે ગધેડો ફુંકે હરણાઇ
હાલો ને…

ઉંદરમામા હાલ્યા રે રીહામણે ને, બેઠા દરીયાને પેટ
દેડકો બેઠો ડગમગે.. હે મને કપડાં પેહરાવ
જાવું છે કીડીબાઇની જાનમાં…

વાંસડે ચડ્યો એક વાંદરો રે, જુએ જાનની વાટ
આજતો જાનને લુટવી.. હે લેવા સર્વેના પ્રાણ
હાલો ને…

કઇ કીડીની કોની જાન છે રે, સંતો કરજો વિચાર
ભોજા ભગતની વિનતી.. હે સમજો ચતુર સુજાણ
હાલો ને… કીડી બિચારી…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો

Please click below website link to see collection of Hindi, Urdu, Gujarati Ghazal Lyrics
https://ghazallyrics.com/
નવા ભજન ના લેખિત સંગ્રહ જોવા આજે જ જોડાવો અમારી ચેનલ માં