નહિ રે વિસારું હરિ | Nahi Re Visaru Hari

(રચના : મીરાબાઇ)

નહિ રે વિસારું હરિ,
અંતરમાંથી નહિ રે વિસારું હરિ…

જલ જમુનાનાં પાણી રે જાતાં,
શિર પર મટકી ધરી;
આવતાં ને જાતાં મારગ વચ્ચે
અમૂલખ વસ્તુ જડી… અતંરમાંથી…

આવતાં ને જાતાં વૃન્દા રે વનમાં,
ચરણ તમારે પડી;
પીળાં પિતાંબર જરકશી જામા,
કેસર આડ કરી… અંતરમાંથી…

મોરમુગટ ને કાને રે કુંડલ,
મુખ પર મોરલી ધરી;
બાઇ મીરાં કહે પ્રભુ ગિરધરનાં ગુણ,
વિઠ્ઠલ વરને વરી… અંતરમાંથી…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો

Please click below website link to see collection of Hindi, Urdu, Gujarati Ghazal Lyrics
https://ghazallyrics.com/
નવા ભજન ના લેખિત સંગ્રહ જોવા આજે જ જોડાવો અમારી ચેનલ માં