આજનો ચાંદલિયો મને | Aaj No Chandaliyo Mane

(રચના : શ્રી અવિનાશ વ્યાસ)

આજનો ચાંદલિયો મને લાગે બહુ વહાલો,
કહી દો સૂરજને કે ઊગે નહી ઠાલો…

તારા રે નામનો છેડ્યો એક તારો,
હું તારી મીરાં હું ગિરધર મારો.
આજ મારે પીવો છે પ્રીતીનો પ્યાલો,
કહી દો સૂરજને…

આપણ બે અણજાણ્યા પરદેશી પંખી,
આજ મળ્યા જુગ જુગનો સથવારો ઝંખી.
જો જો વીંખાય નહી સમણાનો માળો,
કહી દો સૂરજને…

દોરંગી દુનિયાની કેડી કાંટાળી,
વસમી છે વાટ કેમ ચાલો સંભાળી.
લાગે ના ઠોકર જો હાથ તમે ઝાલો,
કહી દો સૂરજને…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો

Please click below website link to see collection of Hindi, Urdu, Gujarati Ghazal Lyrics
https://ghazallyrics.com/
નવા ભજન ના લેખિત સંગ્રહ જોવા આજે જ જોડાવો અમારી ચેનલ માં