પંખીડાને આ પીંજરુ | Pankhida Ne Aa Pinjaru

(રચના : શ્રી અવિનાશ વ્યાસ)

પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે
પંખીડાને…

ઉમટ્યો અજંપો એને, પંડના રે પ્રાણનો,
અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો,
અણદીઠેલ દેશ જાવા, લગન એને લાગે,
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે
પંખીડાને…

સોને મઢેલ બાજઠિયોને, સોને મઢેલ ઝૂલો,
હીરે જડેલ વિંઝણો મોતીનો મોંઘો અણમોલો,
પાગલના થઇએ ભેરુ, કોઇના રંગ લાગે,
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે
પંખીડાને…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો

Please click below website link to see collection of Hindi, Urdu, Gujarati Ghazal Lyrics
https://ghazallyrics.com/
નવા ભજન ના લેખિત સંગ્રહ જોવા આજે જ જોડાવો અમારી ચેનલ માં